મંદિર તારું વિશ્વ રૂપાળું - જયંતીલાલ આચાર્ય ‘પુંડરીક’
October 18, 2006
( 18-10-1906 :: 19-07-1988 )

મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે;
પળપળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે.
નહિ પૂજારી નહિ કોઇ દેવા, નહિં મંદિરને તાળાં રે;
નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે.
વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે;
મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરાં રે.
Entry Filed under: કવિતા, ભજન - આરતી. .
3 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
nilam doshi | October 19, 2006 at 3:33 pm
પુંડરિક નુ આ કાવ્ય નાના હતા ત્યારે રાગડા તાણી તાણી ને સ્કૂલમાં ગાતા!!! એ યાદ આવી ગયું.
2.
manvant | October 20, 2006 at 1:36 am
બાળપણની આ પ્રાર્થના શાળામાં ગાતા !
3.
Urmi Saagar | November 15, 2006 at 6:29 am
ha ha ha…. nilam aunty, tamari vaat ekdum saachi chhe….
bahu gayeli chhe aa prarthna…. nice memory!