હૈયાના હેતને ન રોકશો – જ્યોત્સ્ના શુક્લ.
ડિસેમ્બર 6, 2006 at 9:55 પી એમ(pm) 4 comments
હૈયાના હેતને કદી ન કોઇ રોકશો,
રોકશો તો ઊલટાં ફસાશો, હો વહાલાં !
હૈયાના હેતને કદી ન કોઇ રોકશો.
મીઠી એ ભાવના ને આશભર્યા ઊભરા,
રોકશો તો ઊલટાં મૂંઝાશો, હો વહાલાં !
રોક્યા રોકાય નહિ, બાંધ્યા બંધાય નહિ,
ઢાંકશો તો ઊલટાં ભીંજાશો, હો વહાલાં !
કૂવાતળાવ ને સરોવરો ઉલેચશો ;
જલધિનાં નીર કેમ શોષશો ? હો વહાલાં !
ક્યાંથી આવ્યાં ને ક્યાં થોભશો, ન પૂછશો ;
સાગરનું મૂળ ક્યાં શોધશો ? હો વહાલાં !
Entry filed under: કવિતા.
1.
Urmi Saagar | ડિસેમ્બર 6, 2006 પર 10:31 પી એમ(pm)
હૈયાના હેતને કદી ન કોઇ રોકશો…
કેવી સાચુકલી વાત!!
વાહ, મઝા આવી ગઇ અમીત… ખુબ જ સુંદર ગીત!
2.
Nilesh Vyas | ડિસેમ્બર 7, 2006 પર 10:46 પી એમ(pm)
nice
3.
સુરેશ જાની | ડિસેમ્બર 8, 2006 પર 8:27 પી એમ(pm)
ક્યાંથી આવ્યાં ને ક્યાં થોભશો, ન પૂછશો ;
સાગરનું મૂળ ક્યાં શોધશો ? હો વહાલાં !
આ છેલ્લી પંક્તિ વાંચતાં થયું કે આ વ્હાલા તો ઇશ્વર જ છે. તેની પ્રત્યેનું વ્હાલ આવું જ હોવું ઘટે.
4.
Neela Kadakia | ડિસેમ્બર 10, 2006 પર 5:41 પી એમ(pm)
આવી સુંદર રચનાઓ વાંચી તોફાની કોમેંટ આપવાનું મન થઈ જાય છે.
Only 4 u