ભણેલા માણસો – સુરેશ દલાલ.

ડિસેમ્બર 10, 2006 at 8:30 પી એમ(pm) 10 comments

ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?
નરી કોરી ચર્ચાઓ, અહમનાં તીખાંતમ મરચાંઓ
નહીં કોઇ વિચારણા, કેવળ પૂર્વગ્રહિત ધારણા
                                                  બંધ બારીબારણાં.

સરસ્વતીના આટલા બધા કાદવથી ખરડાયેલા ચરણ કેમ ?
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?

વિદ્યાર્થીમાં ધન જુએ, સાધન જુએ, સાધનાનું નામ નહીં
ખુન્નસ, હુંસાતુંસી, ઝેરીલી-વેરીલી વૃત્તિ, ખાર, 
                                                 આપણું તો કામ નહીં.

લોકોનાં આટલી હદે થીજી ગયેલાં ઝરણ કેમ ?
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?

રાજકારણનો ગંદવાડ, મવાલી મનનો મંદવાડ,
બધાં જ ઠૂંઠાઓ, નહીં કોઇ પ્હાડ, સરોવર કે ઝાડ.
સંસ્કારની વાતોનો તો વહી ગયો યુગ
માણસને માણસની આટલી બધી સૂગ !
ચારે બાજુ ટાંટિયાની ખેંચતાણ : 
                                                 વ્હેમનાં વમળ ને ક્યાંય પ્રેમ નહીં.

સાંદીપનિના આશ્રમમાં કેવળ ઉત્તર વિનાના પ્રશ્ન,
નહિં સાંદીપને, નહિં સુદામા, નહિં કૃષ્ણ.
કોઇ તો કહો કે આ બળબળતું રણ કેમ ?
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?

Entry filed under: કવિતા.

પ્રેમ – રામનારાયણ પાઠક. અહમ્ – ઉર્વીશ વસાવડા.

10 ટિપ્પણીઓ Add your own

  • 1. કલ્પેશ  |  ડિસેમ્બર 10, 2006 પર 11:24 પી એમ(pm)

    થોડા દિવસ પહેલા હુ મારા પપ્પા/બહેન જોડે વ્રુદ્ધાશ્રમ વિષય પર વાત કરી રહ્યો હતો.

    આપણા ભણતરમા પાયાના શિક્ષણનો અભાવ છે.

    આપણે આપણા મા-બાપને માન નથી આપતા તો દેશના આપણા ભાઇ-ભાંડુના માટે શુ કરીશુ?

    શિક્ષિત હોવા તરીકે આપણા પર બહુ જ મોટી જવાબદારી છે.

    જવાબ આપો
  • 2. nilam doshi  |  ડિસેમ્બર 11, 2006 પર 8:17 એ એમ (am)

    મને ખૂબ ગમતું કાવ્ય.ઉત્તર વિનાના પ્રશ્નો…ઉતર તો કદાચ છે..પણ…….

    ખાલી શબ્દોથી શું થઇ શકે?

    આભાર, અને અભિનન્દન અમિત..સરસ પસંદગી માટે

    જવાબ આપો
  • 3. Neela Kadakia  |  ડિસેમ્બર 16, 2006 પર 7:08 પી એમ(pm)

    શબ્દો તો સારા લાગે છે પણ કોઈ જીવનમાં ઉતારે છે ખરું ? આ આંધળી દોટમાં !

    જવાબ આપો
  • 4. Dilip Patel  |  ડિસેમ્બર 17, 2006 પર 3:17 એ એમ (am)

    ઘટનું ઘડતર ન કરી શકે એવું આજનું ભણતર સમાજને બળવત્તર કરવાને બદલે બદતર ન કરી બેસે એ માટે સજાગ થવું જ રહ્યું. ખૂબ સરસ ગીત.
    એક હાઈકુ આ સંદર્ભમાં.

    બહુ ભણેલો
    કક્કો બારાખડીને
    ભૂલી ગયો છે

    જવાબ આપો
  • 5. Dilip Patel  |  ડિસેમ્બર 17, 2006 પર 3:21 એ એમ (am)

    કવિલોક પર આ ગીતની લિન્ક શું આપી શકું? આભાર.

    જવાબ આપો
  • 6. બહુ ભણેલો - હાઈકુ « કવિલોક / Kavilok  |  ડિસેમ્બર 17, 2006 પર 11:19 એ એમ (am)

    […] ગુજરાતી કાવ્યજગતના શિરમોર કવિ શ્રી સુરેશ દલાલનું  ‘ભણેલા માણસો’  એક સ-રસ ગીત છે જે અમીઝરણું બ્લોગની આ લિન્ક https://amitpisavadiya.wordpress.com/2006/12/10/manas-sureshdalal/  પર અવશ્ય માણવા જેવું છે. […]

    જવાબ આપો
  • 7. Nilesh Vyas  |  ડિસેમ્બર 18, 2006 પર 4:46 પી એમ(pm)

    જીવનમાં ઉતારવા જેવી વાત

    જવાબ આપો
  • 8. gopal h parekh  |  ડિસેમ્બર 22, 2006 પર 6:41 એ એમ (am)

    sachot kavya

    જવાબ આપો
  • 9. જીતેન્દ્ર જે. તન્ના  |  મે 28, 2007 પર 7:42 પી એમ(pm)

    ખુબ સરસ. એકદમ ચોટદાર.

    જવાબ આપો
  • 10. vishwa  |  જુલાઇ 26, 2012 પર 5:54 પી એમ(pm)

    thanku sir

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,346 અમીનજરું

દિવસવાર ટપાલ

ડિસેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: