તને જોઇ જોઇ – રાજેન્દ્ર શાહ.
સપ્ટેમ્બર 3, 2006 at 11:58 પી એમ(pm) 5 comments
તને જોઇ જોઇ તો ય તું અજાણી,
જાણે બીજને ઝરૂખડે ઝૂકી’તી પૂર્ણિમા
ઝાઝેરો ઘૂમટો તાણી.
વ્યોમ ને વસુંઘરાની કન્યા કોડામણી,
તું તો છે સંધ્યાની શોભા સોહામણી,
લોચને ભરાય તો ય દૂર દૂર ધામની;
વાયુની લ્હેર સમી અંગને અડી છતાં ય
બાહુને બંધ ના સમાણી.
પોઢેલો મૃગ મારા મનનો મરુવને,
જલની ઝંકોર તારી જગવી ગૈ એહને;
સીમ સીમ રમતી તું, ના’વતી જરી કને;
સાબરનાં નીતરેલ નીર તું ભલે હો, આજ
મારે તો ઝાંઝવાનાં પાણી !
Entry filed under: કવિતા.
1.
વિવેક | સપ્ટેમ્બર 4, 2006 પર 1:58 પી એમ(pm)
પૂનમનો ચાંદ ઘૂંઘટ તાણે અને બીજ બની જાય ! અદભૂત કલ્પના…. સ્ત્રી-સૌંદર્યનું ઉમદા ગીત…
2.
સિદ્ધાર્થ | સપ્ટેમ્બર 5, 2006 પર 1:32 એ એમ (am)
સુંદર રચના…કલ્પનાની પાંખો પર સવાર થઈને કરેલ સુંદર વર્ણન
સિદ્ધાર્થ
http://drsiddharth.blogspot.com
3.
Urmi Saagar | સપ્ટેમ્બર 5, 2006 પર 7:25 પી એમ(pm)
wow… very nice kavita!!
As Vivekbhai said… પૂનમનો ચાંદ ઘૂંઘટ તાણે અને બીજ બની જાય ! અદભૂત કલ્પના!!
thanks amit!
4.
manvant | સપ્ટેમ્બર 5, 2006 પર 9:39 પી એમ(pm)
તને જોઇ જોઇ તોય તું અજાણી !…………..
ઘૂમટો,બાહુબંધ,ઝાંઝવાંનાં જ પાણી ,,,,,,,,તને…………
સરસ રચના…..અભિનંદન.
5.
રાજેન્દ્ર શાહ « ગુજરાતી સારસ્વત પરિચય | નવેમ્બર 5, 2006 પર 7:15 એ એમ (am)
[…] # તને જોઇ જોઇ : રચનાઓ […]