રાખ્યો તેં – મનોજ ખંડેરિયા.
ઓક્ટોબર 9, 2006 at 10:16 પી એમ(pm) 4 comments
હાથમાં કારોબાર રાખ્યો તેં
ને મને બારોબાર રાખ્યો તેં
એક ડગ છૂટથી ભરી ન શકું
ખીણની ધારોધાર રાખ્યો તેં
કોણ છું કોઇ દિ’ કળી ન શકું
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં
આંખમાં દઇ નિરાંતનું સપનું
દોડતો મારોમાર રાખ્યો તેં
શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા
મોતની હારોહાર રાખ્યો તેં.
Entry filed under: કવિતા.
1.
manvant | ઓક્ટોબર 10, 2006 પર 12:17 એ એમ (am)
એ કોણ ?
અટપટું કાવ્ય લાગ્યું .
2.
UrmiSaagar | ઓક્ટોબર 10, 2006 પર 5:24 એ એમ (am)
simple yet sundar gazal….
3.
વિવેક | ઓક્ટોબર 10, 2006 પર 2:48 પી એમ(pm)
મનોજભાઈની એક શ્રેષ્ઠ ગઝલ…
4.
sagarika | માર્ચ 22, 2007 પર 10:09 પી એમ(pm)
સરસ ગઝલ.