તડકો – પન્ના નાયક.

જાન્યુઆરી 24, 2007 at 12:37 એ એમ (am) 3 comments

આ અઢળક તડકો ખીલ્યો રે
                     એને પાંદડે પાંદડે ઝીલ્યો રે.

      આ પંખીઓના ટૌકા રે
                     જાણે નભમાં વહેતી નૌકા રે.
      આ વાદળના વણજારા રે
                     એને હૈયે જળના ક્યારા રે.

આ લીલા ઘાસનો દરિયો રે
                     એને પતંગિયાંથી ભરિયો રે.
આ મબલક મારું હૈયું રે
                     ને હૈયામાં સાંવરિયો રે.

Entry filed under: કવિતા.

DISTANCE – વિપિન પરીખ લોકશાહી કે લૂંટશાહી ? – કવિ દાદ.

3 ટિપ્પણીઓ Add your own

  • 1. વિવેક  |  જાન્યુઆરી 24, 2007 પર 6:39 પી એમ(pm)

    સુંદર પ્રાસ અને મજાના લય સાથે વહેતું સરસ મજાનું ગીત..

    જવાબ આપો
  • 2. chetu  |  જાન્યુઆરી 24, 2007 પર 9:51 પી એમ(pm)

    very nice..!

    જવાબ આપો
  • 3. vijayshah  |  જાન્યુઆરી 25, 2007 પર 8:09 પી એમ(pm)

    આ લીલા ઘાસનો દરિયો રે
    એને પતંગિયાંથી ભરિયો રે.
    આ મબલક મારું હૈયું રે
    ને હૈયામાં સાંવરિયો રે.

    નવલ કલ્પના!

    જવાબ આપો

Leave a comment

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 289,983 અમીનજરું

દિવસવાર ટપાલ

જાન્યુઆરી 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031