રંગાઇ જાને રંગમાં
નવેમ્બર 11, 2006 at 11:06 પી એમ(pm) 8 comments
રંગાઇ જાને રંગમાં…..
સીતારામ તણા સતસંગમાં
રાધેશ્યામ તણા તુ રંગમાં…..રંગાઇ…..
આજે ભજશું, કાલે ભજશું,
ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ,
શ્વાસ તૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં…..રંગાઇ…..
જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ,
પહેલાં અમર કરી લઉં નામ, તેડું આવશે, યમનું જાણજે,
જાવું પડશે સંગમાં…..રંગાઇ…..
સૌ જન કહેતા પછી જપીશું, પહેલાં મેળવી લોને દામ,
રહેવા ના કરી લો ઠામ,
પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં…..રંગાઇ….
ઘડપણ આવશે ત્યારે ભજશું, પહેલાં ઘરના કામ તમામ,
પછી ફરીશું તીરથ ધામ,
આતમ એક દિન ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં…..રંગાઇ…..
બત્રીસ જાતનાં ભોજન જમતાં, ભેળી કરીને ભામ,
એમાં ક્યાંથી સાંભરે રામ,
દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં…..રંગાઇ…..
રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જશે આમ ને આમ,
માટે ઓળખ આતમરામ,
બાબા આનંદે હરિ ૐ અખંડ છે, ભજ તું શિવના સંગમાં…..રંગાઇ…..
+ મિત્રો, આ રૂડુ ને મજાનુ ભજન સાંભળવા માટે અહીં ક્લીક કરો.
Entry filed under: ભજન - આરતી, લોકગીત - દુહા.
1.
Ajay Patel | નવેમ્બર 11, 2006 પર 11:52 પી એમ(pm)
આભાર અમિત આવા સરસ ભજન માટે..
મારી આંખો સામે – ગામડાનું દશ્ય ખડુ થઈ ગયું. રાત્રે બેસીને ગાતા હોય એવો એકદમ જ નેચરલ અવાજ સાથે આ સાંભળવાની ખરેખર મજા આવી ગઈ.
2.
Gira | નવેમ્બર 13, 2006 પર 3:21 એ એમ (am)
Hey Amit!
thanks for this Bhajan!! i have been lookin for it ..finally got it from yr stie. thanks. 🙂
3.
vijayshah | નવેમ્બર 14, 2006 પર 2:02 એ એમ (am)
sundar bhajan
4.
Neela Kadakia | નવેમ્બર 20, 2006 પર 11:11 પી એમ(pm)
બહુ સરસ ભજન છે
5.
Haresh shukla | નવેમ્બર 27, 2006 પર 12:03 એ એમ (am)
Amitbhai
atisundar bhajan chhe pan jivanma utarvu kathin chhe.
6.
RAMESH SHAH | ડિસેમ્બર 16, 2006 પર 4:34 પી એમ(pm)
Amitbhai, bhajan na shabdo hrudayana tarne pulkit kari nakhe eva chhe ane eman pan bhajan sambhalvama ati anand aave chhe ane man ati prasanna thai chhe. Aava sundar bhajano prasad aapta rehjojivan safal thai jase.
7.
YOGESH | માર્ચ 28, 2010 પર 3:42 પી એમ(pm)
THE COLLECTION OF BHAGAN ARE VERRY GOOD.IT TOUCH THE HEART
8.
divya patel | જૂન 29, 2011 પર 10:01 પી એમ(pm)
wah…………………rangai jav chalo………………..