આવકારો મીઠો આપજે – દુલા ભાયા કાગ.
November 26, 2006
તારે આંગણિયે કોઇ આશા કરીને આવે રે…
આવકારો મીઠો….આપજે રે …. જી….
તારે કાને કોઇ સંકટ સંભળાવે રે…
બને તો થોડું……કાપજે રે…. જી…..
માનવીની પાસે કોઇ…..માનવી ન આવે… રે…..
તારા દિવસોની પાસે દુઃખિયાં આવે રે….
આવકારો મીઠો….આપજે રે ….જી….
કેમ તમે આવ્યા છો?…. એમ નવ કે’જે…..રે…
એને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે..
આવકારો મીઠો…..આપજે રે…..જી…
વાતું એની સાંભળીને….આડું નવ જોજે….રે….
એને માથું રે હલાવી હોંકારો દેજે રે..
આવકારો મીઠો…..આપજે રે….જી….
પેલા એને પાણી પાજે……સાથે બેસી ખાજે….રે…..
એને ઝાંપા રે સુધી તું વળાવા જાજે રે…
આવકારો મીઠો…. આપજે રે….જી…..
Entry Filed under: કવિતા. .
8 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
વિવેક | November 27, 2006 at 6:17 pm
આપણી અતિથિ દેવો ભવઃની ભાવનાનું યથાર્થ શબ્દાંકન… શાળાના દિવસોમાં મિત્રોને ચીડવવા માટે આ ગીત ઘણી વાર વાપરતા….
2.
Neela Kadakia | November 27, 2006 at 8:46 pm
સ્વાગતમ સુસ્વાગતમનું સુંદર શબ્દાલેખન છે
3.
Kiritkumar G. Bhakta | November 28, 2006 at 4:43 am
અમીત,
‘તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે !’
કદાચ ભુલ થઇ છે.
4.
Amit pisavadiya | November 28, 2006 at 8:26 am
કિરીટકાકા,
ગાયનમાં તમે કો તે મુજબ આવે છે.
હે જી, તારા આંગણીયા પૂછીને જે કોઇ આવે રે , એને આવકારો મીઠો આપજે રે…
હે જી, તારે કાને રે સંકટ કોઇ સંભળાવે રે , બને તો થોડા કાપજે રે…
પરંતુ
કવિ કાગના એક પુસ્તક પ્રમાણે ઉપર લખેલુ યોગ્ય છે.
5.
Kokila | December 4, 2006 at 8:45 am
Jivan ni sachi samjani pratiti aamathi thay che. Saral bhashama kavi a ghanu kahi didhu che.
6.
kapil dave | May 20, 2008 at 1:20 am
kagvani bhag 2 maa aamujab lakhelu che baki gavama TARA aave che
7.
kapil dave | May 20, 2008 at 1:20 am
kagvani bhag 2 page 183
8.
Ashok | May 11, 2009 at 9:32 pm
This more of inquiry than a comment.Do you know if Dula kag bhajans and poetry available on audio or old collection from all india radio jamnagar.