યાદ – આહમદ મકરાણી.

જાન્યુઆરી 30, 2007 at 1:22 પી એમ(pm) 3 comments

મેં મને મૂકી દીધો છે દાવમાં ;
ને ઉમેરી જોઉં મીઠું ઘાવમાં.

માગવાનું એમણે જ્યારે કહ્યું –
વેદના માગી હતી સરપાવમાં.

ના બદલ્યો હું, ન મારી આ દશા ;
ફેર જોયો કોઇના વર્તાવમાં.

કેટલાં વમળો જળે ઊઠી રહ્યાં !
કોઇએ જોયું જરા જ્યાં વાવમાં.

યાદ એની સાચવી છે એ રીતે,
હોય જાણે કોઇ દરિયો નાવમાં.

Entry filed under: ગઝલ.

લોકશાહી કે લૂંટશાહી ? – કવિ દાદ. આઠે પ્રહર – જયંત વસોયા.

3 ટિપ્પણીઓ Add your own

 • 1. વિવેક  |  જાન્યુઆરી 30, 2007 પર 5:14 પી એમ(pm)

  માગવાનું એમણે જ્યારે કહ્યું –
  વેદના માગી હતી સરપાવમાં.

  સુંદર ગઝલ… કવિ જ વેદના માંગી શકે…

  જવાબ આપો
 • 2. Jayshree  |  જાન્યુઆરી 31, 2007 પર 6:17 એ એમ (am)

  માગવાનું એમણે જ્યારે કહ્યું –
  વેદના માગી હતી સરપાવમાં.

  કેટલાં વમળો જળે ઊઠી રહ્યાં !
  કોઇએ જોયું જરા જ્યાં વાવમાં.

  સરસ…

  જવાબ આપો
 • 3. ઊર્મિસાગર  |  જાન્યુઆરી 31, 2007 પર 10:15 પી એમ(pm)

  માગવાનું એમણે જ્યારે કહ્યું –
  વેદના માગી હતી સરપાવમાં

  આ વાંચીને મહાભારતના કુંતામાતાની યાદ આવી ગઇ… જેણે કૃષ્ણ પાસે વચનમાં ફક્ત દુ:ખ જ માંગ્યું હતું!!

  સુંદર ગઝલ!

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 281,443 અમીનજરું

દિવસવાર ટપાલ

જાન્યુઆરી 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: