નાનકડી નારનો મેળો – વેણીભાઇ પુરોહિત.
જાન્યુઆરી 31, 2007 at 11:13 પી એમ(pm) 3 comments
( 01-02-1916 :: 03-01-1980 )
ચિત્ર : પ્રિયા આનંદરાય પરિયાણી.
હાલો પરોઢિયે ખોલ્યાં છે પોપચાં,
તેજના ટશિયા ફૂટે રે લોલ ;
ઘમ્મર વલોણે ગાજે ગોરસિયાં,
ખીલેથી વાછડાં છૂટે રે લોલ.
હાલોને સહિયર ! પાણીડાં જઇએ,
વીરડે વાતું કરશું રે લોલ :
વાટકે વાટકે ભરશું રે લોલ.
આખાબોલું તે અલી અલ્લડ જોબનિયું,
હૈયે ફાગણિયો ફોરે રે લોલ :
ઘૂમટો તાણીને હાલો ઉતાવળી,
ઘરડા બેઠા છે ગામચોરે રે લોલ –
હાલોને સહિયર…
નેણનાં નેવાંને ઊટકે આંજણિયાં,
હથેળી હેલને માંજે રે લોલ :
ચકચકતી ચૂની ને ચકચકતું બેડલું,
એકબીજાને ગાંજે રે લોલ.
હાલોને સહિયર…
સાસુએ માગ્યાં ઊનાં પાણીને
સસરે દાતણ માગ્યું રે લોલ ;
કાચી નીંદરને કાંઠેથી સપનું
મુઠ્ઠી વાળીને ભાગ્યું રે લોલ.
હાલોને સહિયર…
હાલો પરોઢિયે ખોલ્યાં છે પોપચાં
તેજના ટશિયા ફૂટે રે લોલ :
મેળો જામ્યો છે અહીં નાનકડી નારનો,
આપણી વાતું નો ખૂટે રે લોલ –
હાલોને સહિયર…
Entry filed under: કવિતા.
1.
વિવેક | ફેબ્રુવારી 3, 2007 પર 7:27 પી એમ(pm)
સુંદર ગીત…
2.
shivshiva | ફેબ્રુવારી 5, 2007 પર 1:24 પી એમ(pm)
મળી કે નહી નાનકડી નાર? જેની ભેળ્યુ વાત્યુ કરતાં કરતાં મેળે જવાય
3. Welcome to Kaka’s Blog » Blog Archive » નાનકડી નારનો મેળો - વેણીભાઇ પુરોહિત. | ફેબ્રુવારી 18, 2007 પર 11:28 એ એમ (am)
[…] post by amitpisavadiya and software by Elliott […]