હળવે હાથે હથેળી ઉપર – અરૂણ દેશાણી.
ઓગસ્ટ 4, 2006 at 6:16 પી એમ(pm) 4 comments
હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,
નામ ની સાથે સાથે સાજન, સરનામુ પણ ખાસ લખી દો.
થોક થોક લોકો ની વચ્ચે હવે નથી ગમતું મળવાનું,
ઢેલ સરીખુ વળગુ ક્યારે, મળશો ક્યાં એ સ્થાન લખી દો.
એકલતાનુ ઝેર ભરેલા વીંછી ડંખી લે એ પહેલા,
મારે આંગણ સાજન ક્યારે, લઇ આવો છો જાન લખી દો.
બહુ બહુ તો બે વાત કરી ને લોકો પાછા ભુલી જાશે,
નામ તમારું મારા નામ ની પાછળ ખુલ્લે આમ લખી દો.
હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,
નામની સાથે સાથે સાજન, સરનામુ પણ ખાસ લખી દો.
Entry filed under: ગઝલ.
1.
manvant | ઓગસ્ટ 4, 2006 પર 8:14 પી એમ(pm)
કોઇકને આવું સરસ નિમંત્રણ આપવાનું મન થાય ,
ત્યારે ચડતી જુવાનીનું ઘોડાપુર આવ્યું હોય, એમ
જરૂર લાગે !અમિતભાઈ,મજામાં તો ખરા ને ?
અરુણભાઈને અમારા રામ રામ કહેજો !
2.
સુરેશ જાની | ઓગસ્ટ 6, 2006 પર 8:51 એ એમ (am)
‘ડંખીલે’ કે – ‘ડંખી લે ‘ ?
3.
Jayshree | ઓગસ્ટ 6, 2006 પર 7:46 પી એમ(pm)
Manhar Udhas has sung this gazal beautifully in “Aakar”. Really Nice One….
4.
વિવેક | ઓગસ્ટ 7, 2006 પર 1:31 પી એમ(pm)
આ ગઝલ સાંભળી તો હતી, પણ કવિનું નામ આજે જ જાણ્યું… મજા આવી…